હોડ છે અહીં

કોઈ રીતે અન્યથી આગળ જવાની હોડ છે અહીં,
એ જ રીતે બસ, સફળતા પામવાની હોડ છે અહીં.

ક્યાં હતી હિંમત બધામાં કે તરે સામા પ્રવાહે,
બસ, નદીના વ્હેણ સાથે દોડવાની હોડ છે અહીં.

આમ તો એકાદ બે ક્ષણ હોય છે ખિસ્સે ભરેલી,
તે છતાં આખા જગતને જીતવાની હોડ છે અહીં.

ધૈર્ય જેવું ક્યાં કશું છે કોઈમાં શ્રોતા થવાનું ?
શબ્દને તોલ્યા વગર બસ, બોલવાની હોડ છે અહી.

એટલી ઈર્ષા ઊઠે છે અન્યનાં અજવાસ સામે,
કે, ગમે તે રીતે દીવો ઠારવાની હોડ છે અહીં.

સુનીલ શાહ

Advertisements

9 responses

 1. લાંબા રદીફ-કાફિયામાં વહી જતી સુંદર ગઝલ

 2. સુંદર ગઝલનો વધુ સુંદર મક્તા…
  એટલી ઈર્ષા ઊઠે છે અન્યનાં અજવાસ સામે,
  કે, ગમે તે રીતે દીવો ઠારવાની હોડ છે અહીં.

  વાહ

  માણસની લડાયક વૃત્તિ, એમાં જીત મેળવવાની જિજીવિષા અને નાસીપાસનો ભાવ વ્યક્ત કરે છે. જીતવાની ઝંખના સૌ કોઈને હોય એટલે ઝૂઝતા તો હોય જ. વૃદ્ધોની સ્થિતિ જુદા આયામની છે. એમણે ઝૂઝવાનું છે જાત સામે. એમને મન હોડ, હાર, જીત બધું નકામું છે.

  વિધાનવાક્યની ગરિમા રચી આપીને કવિએ પોતાની ભાષાસિદ્ધિ દ્વારા ચમત્કૃતિ સર્જી છે.

 3. ધૈર્ય જેવું ક્યાં કશું છે કોઈમાં શ્રોતા થવાનું ?
  શબ્દને તોલ્યા વગર બસ, બોલવાની હોડ છે અહી.
  Without saying much, nice! Esp the last two- very good!

 4. ખુબ શક્યતાથી ભરેલી રદીફનો સુપેરે વિનિયોગ.. સુંદર ગઝલ… આ વિશેષ ભાવ્યું…
  ક્યાં હતી હિંમત બધામાં કે તરે સામા પ્રવાહે,
  બસ, નદીના વ્હેણ સાથે દોડવાની હોડ છે અહીં.

 5. સમગ્રપણે અર્થસભર અને ભાવવાહી ગઝલ…તમામ શે’ર આસ્વાદ્ય બન્યા છે. મક્તાનો શે’ર સવિશેષ હૃદયસ્પર્શી લાગ્યો…ધન્યવાદ !

 6. ગઝલની સચ્ચાઈ અને અભિવ્યક્તિ બંને ગમી ગયાં..

 7. nice gazal. ધૈર્ય જેવું ક્યાં કશું છે કોઈમાં શ્રોતા થવાનું ?
  શબ્દને તોલ્યા વગર બસ, બોલવાની હોડ છે અહી. aa sher bahu gamyo.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: