ખરેખર ખૂબ અઘરું છે….

images

ચમકતા સૂર્યને જોવું, ખરેખર ખૂબ અઘરું છે,
કોઈનું તેજ જીરવવું, ખરેખર ખૂબ અઘરું છે.

હજી તો ક્યાં અમારાથી અમારું પણ થવાયું છે !
થશું બીજાના એ ક્હેવું, ખરેખર ખૂબ અઘરું છે.

બહુ થાકી ગયા હો તો વિસામો લઇ શકો છો; પણ,
સદા આ માર્ગ પર ટકવું, ખરેખર ખૂબ અઘરું છે.

બધું મારું, નથી કૈં તારું – એ વાતાવરણ વચ્ચે,
બધાને જોડતાં રહેવું, ખરેખર ખૂબ અઘરું છે.

નજાકત ડાળમાં હોવી જરૂરી છે નહીંતર તો,
અહીં પંખીઓનું હોવું, ખરેખર ખૂબ અઘરું છે.

સુનીલ શાહ

Advertisements

10 responses

 1. બધું મારું, નથી કૈં તારું – એ વાતાવરણ વચ્ચે,
  બધાને જોડતાં રહેવું, ખરેખર ખૂબ અઘરું છે..
  સુંદર
  उत्तिष्ठत जाग्रत
  प्राप्य वरान्निबोधत ।
  क्षुरस्य धारा निशिता दुरत्यया
  दुर्गं पथस्तत्कवयो वदन्ति ॥ આ યાત્રા ભીતરની યાત્રા હોય છે, એ ભાગ્યે જ બતાવવાનું હોય. એમાં જાતમાં ડોકીયું કરવાનું, ભીતરી વીશ્વમાં ખાંખાખોળાં કરવાનું, સતત ને સતત જાગતા રહેવાનું હોય છે.કૃષ્ણ ભગવાન કહે છે કે સર્વ જીવોનો જાગતા રહેવાનો સમય છે તે જ્ઞાનયોગી માટે રાત્રિ સમાન છે. … કોઈ માણસ જ્યારે પ્રેમથી-ભાવથી ઇશ્વરને ભજે છે ત્યારે એ ભીતરથી તરબતર થતો હોય છે

 2. હજી તો ક્યાં અમારાથી અમારું પણ થવાયું છે !
  થશું બીજાના એ ક્હેવું, ખરેખર ખૂબ અઘરું છે…
  વાહ..લાજવાબ. એકદમ સાચી અને ઊંચી વાત. આરપાર રીતે..આખી ગઝલ ખુબ ખુબ ખુબ ગમી.

 3. મત્લા અને મક્તા ખૂબ ગમ્યા.અાખી ગઝલ સરસ થઇ છે.

  1. Shashikant Shah | Reply

   khub sunder ane arthpurna samajava yogya gazal ! Abhinandan, Sunilbhai

 4. અશોક જાની 'આનંદ' | Reply

  હજી તો ક્યાં અમારાથી અમારું પણ થવાયું છે !
  થશું બીજાના એ ક્હેવું, ખરેખર ખૂબ અઘરું છે….ખુબ સુંદર ભાવ… મજાની ગઝલ.. !!

 5. દિલીપ મોદી | Reply

  ખરેખર ખૂબ અઘરું છે આવી સુંદર ગઝલ લખવું…ખરેખર મજા આવી ગઈ પ્રિય દોસ્ત ! ખૂબ ખૂબ અભિનંદન…!

 6. vahetaa anil jevI jIvanta malayaanil kavitaa.
  khaLakhaL vahetI jaaNe ho gangaa maiyya.

 7. સરસ ગઝલ…

 8. બહુ થાકી ગયા હો તો વિસામો લઇ શકો છો; પણ,
  સદા આ માર્ગ પર ટકવું, ખરેખર ખૂબ અઘરું છે.

  સરસ ,

  આ આખી ગઝલ ખુબ ગમી ગઈ .ધન્યવાદ સુનીલભાઈ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: