તો શું કરવું કે’ મને ?

 

આવે તો આવે, ન આવે તો શું કરવું, કે’ મને ?
સુખ છે, એ ઉલ્લુ બનાવે તો શું કરવું, કે’ મને ?

રણ વચાળે રથ ઉભો જ્યાં યુદ્ધ માટે; કે તરત,
સગપણો દ્વિધા જગાવે તો શું કરવું કે’ મને ?

વૃક્ષ કેવી માવજતથી સાચવે છે પર્ણને ?
કોઈ ડાળીને હલાવે તો શું કરવું, કે’ મને ?

જોઇએ છે આમ તો અહીં છાંયડો સહુને છતાં,
બીજને કોઇ ન વાવે તો શું કરવું કે’ મને ?

સાંભળી છે વાત બહુ, એના ઋજુ ચહેરા વિષે
પણ, એ ઘૂંઘટ ના ઉઠાવે તો શું કરવું, કે’ મને ?
સુનીલ શાહ

 

Advertisements

7 responses

 1. મઝાની ગઝલનો આ શેર વધુ ગમ્યો
  રણ વચાળે રથ ઉભો જ્યાં યુદ્ધ માટે; કે તરત,
  સગપણો દ્વિધા જગાવે તો શું કરવું કે’ મને ? — ધર્મ યુગે યુગે ભગવત ગીતા અને ઉપનિષદની કવિતામાંથી નવો અવતાર પામે છે. જો સંયુકત કુટુંબ રહેશે તો જ આ ગીતા-ઉપનિષદના થોડાક શ્લોકો પણ ૨૧મી સદીનાં બાળકોને કંઠસ્થ રહેશે.
  જે સમાજમાં ઉછરીને સમાજનો લાભ લીધો છે તે તમામ સગાં, પાડોશીઓનું ઋણ ચઢેલું છે તે વાત દ્વિધા સમયે ખાસ યાદ રાખવી

 2. મને છેલ્લા બે શે’ર વિશેષ ભાવ્યા.

 3. જોઇએ છે આમ તો અહીં છાંયડો સહુને છતાં,
  બીજને કોઇ ન વાવે તો શું કરવું કે’ મને ?

  સરસ શેર

  આખી ગઝલ સરસ છે

 4. Sundar Gazal!
  Sudhir Patel.

 5. asamanjasataa e jeevananee svaabhaavikataa nathI shuM?
  badhuM paaMsaruM utare to jeevananI raMginataa kyaaM jashe?

 6. વાહ, સરસ ગઝલ થઈ છે સાહેબ

 7. દિલીપ મોદી | Reply

  સાવ અલગ અંદાજ…અલગ મિજાજ ધરાવતી પ્રસ્તુત ગઝલ હૃદયસ્પર્શી બની છે.
  કવિમિત્રને ધન્યવાદ !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: