હવે ટાળીએ

આ વ્યથાના પવનને જરા વાળીએ,
મહેલ પત્તાનો છે, સ્હેજ સંભાળીએ.

એ વિચારીને ક્યાં કૂંપળો ફૂટે છે,
કાલ સન્માન મળશે મને ડાળીએ !

માત્ર પુષ્પો જ પુષ્પો મળે, ચો-તરફ,
ચાલ, એવીય થોડીક ક્ષણ ગાળીએ

શું હતું ક્યાં ગયું એ જ ચિંતા કરી,
છેક છેલ્લે સુધી, જીવ ના બાળીએ.

દોસ્ત, માળા કે ગજરો બનાવો નહીં,
ફૂલને છેદવાનું હવે ટાળીએ.

સુનીલ શાહ

Advertisements

10 responses

 1. ખૂબ સુંદર ગઝલ… પહેલા બે શેર તો લાજવાબ !!!

 2. દિલીપ મોદી | Reply

  અત્યંત ભાવવાહી ગઝલ ખરેખર બહુ જ ગમી…ધન્યવાદ !

 3. મઝાનો મત્લા
  આ વ્યથાના પવનને જરા વાળીએ,
  મહેલ પત્તાનો છે, સ્હેજ સંભાળીએ
  જો સમયસર ન વાળો તો ડૉમીનો ઇફેક્ટ મા બધું જ કકડભૂસ

  આભથી તારો ખરે અને પલકવાર ગગન એ તરફ જોઈ બીજી પળે વિસરી જાય એમ મન વાળી લો. ધીમે ધીમે વાતો પવન ગંધર્વોએ છેડેલા સૂર જેવો અને વાદળોનો ગડગડાટ તબલાં જેવો અને વરસાદના ફોરાં ઉર્વશીના ઝાંઝરના રણકાર સમા ભાસશે !

 4. નખશિખ સુંદર ગઝલ

 5. Remember the Well known song,
  “Rakh na ramakada, mara rame ramata rakhiya re—–“

 6. શું હતું ક્યાં ગયું એ જ ચિંતા કરી,
  છેક છેલ્લે સુધી, જીવ ના બાળીએ.

 7. આપની ગઝલ તો સરસ છે જ. પરંતુ જે લોકોએ એને વધાવી છે. એમના નામ અને કોમેંટ વાંચીને જ ગૉરવ અનુભવવા જેવું છે. અભિનંદન.

 8. અશોક જાની 'આનંદ' | Reply

  એ વિચારીને ક્યાં કૂંપળો ફૂટે છે,
  કાલ સન્માન મળશે મને ડાળીએ !.. આજ ભાવ તમે જીવનમાં પણ ઉતાર્યો છે… ખુબ સુંદર અને મનનીય ગઝલ.. !!

 9. Nice Gazal, I like whole, but this one is best +ve attitude.

  માત્ર પુષ્પો જ પુષ્પો મળે, ચો-તરફ,
  ચાલ, એવીય થોડીક ક્ષણ ગાળીએ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: