નથી હું છોડવાનો

નથી હું છોડવાનો એ પ્રયત્નોને કદી પણ,
ભલે દીવાલને તોડી નથી શક્યો હજી પણ.

મળે જો હાથને મારા, મુલાયમ સ્પર્શ તારો,
નથી જોવી પછી આ હસ્તરેખાઓ જરી પણ.

ખરેખર માર્ગ અઘરો છે ઘણોયે સાધનાનો,
પડે છે એ બધુંયે જાણવા ઓછી સદી પણ.

થશે અહીં તોરણોમાંથી જ કૈં તહેવાર જેવું,
તમે આવી જુઓ, આવી જશે એવી ઘડી પણ.

ગમે છે તર્કથી સઘળીયે ઘટનાઓને જોવી,
ભળે જ્યાં લાગણી, ત્યાં જોઉં છું જુદું કરી પણ.

સુનીલ શાહ

Advertisements

10 responses

 1. મક્તા સાથે એક સુંદર ગઝલ

 2. મળે જો હાથને મારા, મુલાયમ સ્પર્શ તારો,
  નથી જોવી પછી આ હસ્તરેખાઓ જરી પણ.

  વાહ

  સફળતા જીંદગીની હસ્તરેખામાં નથી હોતી,.
  ચણાયેલી ઇમારત એના નકશામાં નથી ..

 3. અશોક જાની 'આનંદ' | Reply

  મજાની ખુમારીથી ભરેલી ગઝલ..સુંદર વિભાવનાઓ..

 4. Very heart touching.

 5. દિલીપ મોદી | Reply

  સરળ અને સહજ બાનીમાં સમગ્રપણે ભાવવાહી ગઝલ…તમામ શે’ર ગમ્યા

 6. આવી જશે એવી ઘડી પણ……simple and touchy !

 7. Vah…a robust mood is captured….this is what a true poet needs…liked very much….

 8. સુંદર ગઝલ

 9. sunder gazal

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: