ફાવે નહિ

છો ને મંઝિલ મનગમતી આવે નહિ,
પાછી પાની કરવાનું ફાવે નહિ.

એનું તો ક્યાં કૈં ખર્ચાવાનું છે ?
ખિસ્સામાં જે સપનાંઓ લાવે નહિ !

તડકો ઓઢીને ફરનારું આ વૃક્ષ,
માણસને કાં કંઈપણ સમજાવે નહિ ?

સુખનો અવસર ક્યાંથી આવે અંદર ?
મનની ભીંતોને તું તોડાવે નહિ !

ખાલી રક્ષા બાંધ્યાનો મતલબ શો ?
જ્યાં લગ તું વ્હાલપને બંધાવે નહિ.
સુનીલ શાહ

Advertisements

7 responses

 1. વાહ સુનીલભાઈ, મને એ વિચાર આવે છે કે તમને આવા ગઝલના વિચારો કેવી રીતે આવતા હશે.
  વહુ સરસ ગઝલ.

 2. ખાલી રક્ષા બાંધ્યાનો મતલબ શો ?
  જ્યાં લગ તું વ્હાલપને બંધાવે નહિ.

  વાહ

  હરી પર અમથું અમથું હેત,
  હું અંગુઠા જેવડી ને મારી વ્હાલપ બબ્બે વેંત.

 3. તડકો ઓઢીને ફરનારું આ વૃક્ષ,
  માણસને કાં કંઈપણ સમજાવે નહિ ?.. ક્યા બાત ..!! સુંદર ગઝલ

 4. અભિવ્યક્તિસભર મનભાવન ગઝલ

 5. સ-રસ અર્થસભર ગઝલ…બધા જ શે’ર ગમ્યા. ધન્યવાદ !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: