સધ્ધર જોઈએ

આપણી વચ્ચે કદી ના મત–મતાંતર જોઈએ,
પોત પોતાના વિચારો આત્મનિર્ભર જોઈએ.

સાંજ ડૂબે એના પહેલાં તારો ઉત્તર જોઈએ,
જામ શું કે ઝેર શું, સઘળું સમય પર જોઈએ.*

વૃક્ષ હો કે ડાળ હો, હો પાંદડાં કે ફૂલ; પણ,
દોસ્ત સઘળી ઋતુમાં ટહુકોય સધ્ધર જોઈએ.

જળ તને કઈ રીતે ફાવે શાંત રહીને જીવવું ?
વ્હેણને ખળભળ થવા એકાદ પથ્થર જોઈએ.

તું મળે તો બસ, પ્રતીક્ષા છો ને મેં લાંબી કરી,
મારે પૂરેપૂરું તો ક્યાં એનું વળતર જોઈએ !

આભ જેવું તું ઉઘાડેછોગ તો જીવી શકે,
આખરે માણસપણું ભીતરનું સધ્ધર જોઈએ.

(*તરહી પંક્તિ: મનહરલાલ ચોકસી)
સુનીલ શાહ

Advertisements

8 responses

 1. આપણી વચ્ચે કદી ના મત–મતાંતર જોઈએ

  સાહેબ,આપ આ કોને કહો છો? લોકો પરણે છે જ મત મતાંતર માટે. જો સામું પાત્ર સ્ત્રી હોય તો મત મતાંતર જીવનભર રહેવાનાં

  સાંજ ડૂબે એના પહેલાં તારો ઉત્તર જોઈએ,
  જામ શું કે ઝેર શું, સઘળું સમય પર જોઈએ.*

  તમે કોઈ કારકુનને કહો છો? પત્ની અને પ્રીયતમા જોડે આ રીતે વાત કરો તો જીવનભર વાંઢા રહેવું પડે.

 2. તરહી પંક્તિ પર સુંદર રચના

  વૃક્ષ હો કે ડાળ હો, હો પાંદડાં કે ફૂલ; પણ,
  દોસ્ત સઘળી ઋતુમાં ટહુકોય સધ્ધર જોઈએ.
  વાહ
  યાદ
  ગામ છે, માટી તણા ઘર જોઈએ,
  એક બે ઘર ત્યાંય સધ્ધર જોઈએ.

  આપણા મનને મનાવી રાખવા,
  એક બે સારા ય અવસર જોઈએ.

 3. સ-રસ ગઝલ, દરેક શે’ર અર્થસભર અને હૃદયસ્પર્શી હોઈ માણવાની મજા આવી. તમારી અનુપસ્થિતિમાં તરહી મુશાયરામાં તમારી પ્રસ્તુત ગઝલનું પઠન થયેલું ત્યારે જ સમગ્રપણે તમારી અનુભૂતિની અભિવ્યક્તિ મને ગમી ગયેલી…ધન્યવાદ !

 4. આપણી વચ્ચે કદી ના મત–મતાંતર જોઈએ,
  પોત પોતાના વિચારો આત્મનિર્ભર જોઈએ.
  ખુબ સરસ

 5. ઊંડી સંવેદનશીલ ગઝલ ગમી

 6. ખૂબ જ સરસ રચના. બધા શેર ગમ્યા. અભિનંદન સુનીલભાઈ.

 7. Sunilbhai, Gazal khub sundar chhe. Abhinandan.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: