સાચી ઉડાન છે.

આ જિંદગીનું પિંજરું નાની દુકાન છે,
ને સ્ટૉકમાં તો એક બે ટહુકાનો સાથ છે.

એના તો આગમનની અનોખી કમાલ છે,
કે સંભળાય પગરવો, જાણે અઝાન છે !

છે ખાતરી કે દીવો પ્રગટ થઈ જવાનો છે,
આ વાટ પરનાં રૂ કને તણખાનું વ્હાલ છે.

ઘરમાં કરોળિયાનાં આ જાળાં પૂછી રહ્યાં,
ખંડેર થઈ ગયેલા આ મનનો પ્રતાપ છે ?

આંબી શકે શિખર તું અપેક્ષાનું જો કદી,
તો કોઈના એ સ્નેહની સાચી ઉડાન છે.

કોફિનમાં રહેવું એટલે ફાવી ગયું મને,
બારી વગરના ઘરમાં રહ્યાની કમાલ છે !

સુનીલ શાહ

Advertisements

6 responses

  1. આંબી શકે શિખર તું અપેક્ષાનું જો કદી,
    તો કોઈના એ સ્નેહની સાચી ઉડાન છે.

    કોફિનમાં રહેવું એટલે ફાવી ગયું મને,
    બારી વગરના ઘરમાં રહ્યાની કમાલ છે !
    વાહ્
    સમય અને સંજોગોને લીધે માણસ ક્યારેક માન-અપમાન અને ત્યાગ-સ્વાર્થમાં જકડાઇને પોતાના નજીકના સંબંધોમાં દૂર થઇ જાય છે. વિપરીત સ્થિતિમાં જ તો સ્નેહ બંધનની સાચી પરીક્ષા થાય છે.
    યાદ
    ઉડવા માટે આજે ઉડાન છે મૈ ભરી,
    સમર્થન ના મળવાથી દુખી હું નથી, પણ
    એટલી તો ખાતરી છે મૈ જરૂર કરી,
    પોતાના આત્મવિશ્વાસ ને ઉજાગર મનમાં કરી.
    એક નવી ઉડાન આજે ઉડવા માટે મૈ કરી.

  2. સુંદર…

    સ્ટોક સાથે કાફિયામાં ‘માલ’ શબ્દ વાપર્યો હોય તો?

  3. કોફિનમાં રહેવું એટલે ફાવી ગયું મને,
    બારી વગરના ઘરમાં રહ્યાની કમાલ છે !

    bhahu j mast…..!!!

  4. સંભળાય પગરવો, જાણે અઝાન છે !

    સુંદર પંક્તિ…

  5. કે સંભળાય પગરવો, જાણે અઝાન છે !…..

    વાહ ક​વિ એક અનોખું કલ્પન !
    આખી ગઝલ સુંદર થ​ઈ છે,
    મઝા આવી. અભિનંદન !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: