ધ્યાન ક્યાં છે ?

ક્યાં જુએ છે દોસ્ત, તારું ધ્યાન ક્યાં છે ?
એ જ ને કે, આ જગતમાં સ્થાન ક્યાં છે ?

કેટલી સંપત્તિ તેં ભેગી કરી’તી,
આખરી મુકામ પર સામાન ક્યાં છે ?

પાન તો ખરવાનું છે એના નસીબે,
વૃક્ષનું એમાં કશે અપમાન ક્યાં છે ?

ગોળ ફરતી માછલી વીંધાશે ક્યાંથી,
તીર છે પણ દોસ્ત, એ સંધાન ક્યાં છે ?

કોઈને બસ સાંભળીએ ધ્યાનપૂર્વક,
આપણી પાસે ભલા, એ કાન ક્યાં છે ?
સુનીલ શાહ

Advertisements

12 responses

 1. કેટલી સંપત્તિ તેં ભેગી કરી’તી,
  આખરી મુકામ પર સામાન ક્યાં છે ?

  mast bhai…..

 2. પાન તો ખરવાનું છે એના નસીબે,
  વૃક્ષનું એમાં કશે અપમાન ક્યાં છે ?

  ખૂબ જ સરસ રચના.

 3. પણ દોસ્ત, એ સંધાન ક્યાં છે ?……….
  તીર હોય પણ જોઇતું સરસંધાન ના હોય તો એ તીર શા કામનું !
  સુનીલભાઈ સુંદર ગઝલ થ​ઈ છે, બધા જ શેર સરસ થયા છે.
  અભિનંદન !

  About these ads

 4. સાંપ્રત સમયને લગતા શે’ર વાંચી રાજીપો થયો. અાપની ગઝલમાં પણ કલ્પનની તાજગી હોય છે.

 5. સરસ ગઝલનો મક્તા ખૂબ સુંદર
  કબીરે ગાયું
  સુનિયે ગુનકી બારતા, અવગુણ લીજિયે નાહી,
  હંસે ક્ષિરકું ગ્ર્ાહત હય, નિર સો ત્યાગે જાય.
  કામ કથા સુનિયે નહિ, સુનકે ઉપજે કામ,
  કહે કબીર બિચાર કે, બિસર જાય હરિ નામ.

  કોઈને બસ સાંભળીએ ધ્યાનપૂર્વક,

  વેદ ઈશ્વરની વાણી ગણાય છે. જ્ઞાનની શોધ કરી રહેલા આપણા ઋષિમુનિઓએ હિમાલયના પહાડો પર ભ્રમણ કરતી વખતે વેદવાણી સાંભળી હતી. તપસ્વી ઋષિઓ મંત્રોના કર્તા નહીં, પણ શ્રોતા કહેવાયા. આમ, વેદ આપણને ‘સાંભળવાની’ પરંપરા થકી મળ્યા છે.

  આપણી પાસે ભલા, એ કાન ક્યાં છે ?

  છતા માણસ મહાયાત્રા પર નીકળી રહ્યો હોય ત્યારે એના કાનમાં ઈશ્વરનું નામ પડવું જોઈએ. અંતિમ પળોમાં એ બેશુદ્ધ હોય તો સ્વજન એના જમણા કાનમાં મંત્રોચ્ચાર કરે છે.

 6. કેટલી સંપત્તિ તેં ભેગી કરી’તી,
  આખરી મુકામ પર સામાન ક્યાં છે ?
  ખુબ સરસ શેર સુનીલભાઈ….

 7. kabirne mhan vyakti kahevaay

 8. આપની પાસે ભલા એ કાન ક્યાં છે ? સુનિલભાઈ સરસ ., લખતા રહો .

 9. દિલીપ મોદી | Reply

  પ્રિય કવિ…અત્યારે મારું ધ્યાન તમારી ગઝલની ખૂબીઓ અને તે દ્વારા ઉદભવતા વિશિષ્ટ ભાવવિશ્વ પર છે. તમે ખરેખર અભિનંદનના અધિકારી છો. તમામ શે’રમાં સરળતા અને સહજતા સાચે જ ધ્યાનાકર્ષક બને છે. મજા આવી ગઈ !

 10. અશોક જાની 'આનંદ' | Reply

  સરળ શબ્દોમાં સરસ ચેતવણી.. મજાની ગઝલ…

 11. વાહહહહ વાહહહ અને વાહહહહ

  મારો એક શેર યાદ આવી ગયો

  મળે દ્રોણ સરખા ગુરૂ જો કદી,
  પછી આંખનું લક્ષ સાધી શકો.

  -અશોક વાવડીયા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: