બે ગઝલો…

મિત્રો,
વ્યસ્તતા વચ્ચે જાન્યુઆરી ખાલી ગયો તેથી બે ગઝલો એક સાથે….
(૧)
શું દેવું એ વિચારી, દઉં છું સાદી ચીજ તમને,
હું મારી ઊર્મિઓનું દઉં છું આ તાવીજ તમને.

ખબર નહીં, મન વિશે પૂછો છો કે કૈં કહી રહ્યા છો ?
છતાં લ્યો, લાગણીની દઈ રહ્યો તારીજ તમને.

અવાજો શ્વાસના નહિ પણ, હૃદયના હોય ત્યારે,
તમારે માનવાનું કે, મળ્યા છે નીજ તમને.

અમે તો વ્હાલથી પૂછયું હતું કે, કેમ છો ? પણ,
થયા ગુસ્સે, મુબારક હો તમારી ખીજ તમને !

કદી ફેલાય નહિ આ વૃક્ષ સમ જીવન અમસ્તું,
ફળે છે આવનારી ક્ષણ, ફળે જો બીજ તમને

(૨)

તમે આવ્યાં, અમે ઊભા થયા એથી વધારે શું !
નવા સંબંધનાં રસ્તા થયા એથી વધારે શું !

બધો વૈભવ અમે તો તમને દઈ બેઠાં હકીકતમાં,
અમે અડધાનાં પણ અડધા થયા, એથી વધારે શું !

સમય સહુને રમાડે છે રમતની જેમ જીવનભર,
કદી પાણી, કદી પોરા થયા, એથી વધારે શું !

નિભાવ્યે જાઉં છું સંબંધ હું તો લાગણીપૂર્વક,
તમારી દૃષ્ટિએ સસ્તા થયા, એથી વધારે શું !

ખબર ન્હોતી, હશે આ આભ આખેઆખું ખરબચડું,
ઉઝરડા પાંખના આળા થયા એથી વધારે શું !

સુનીલ શાહ

Advertisements

7 responses

 1. કદી ફેલાય નહિ આ વૃક્ષ સમ જીવન અમસ્તું,
  ફળે છે આવનારી ક્ષણ, ફળે જો બીજ તમને

  mast yaraaa…..

 2. બંને ગઝલો સરળ અને સહજ ભાવમાં અને પ્રાય: બોલચાલની ભાષામાં આકાર પામી છે. લગભગ બધા જ શે’ર અર્થસભર અને હૃદયસ્પર્શી બન્યા છે. કવિમિત્રને ધન્યવાદ પાઠવું છું…

 3. અમે તો વ્હાલથી પૂછ્યું હતું કે, કેમ છો ?પણ,
  થયા ગુસ્સે, મુબારક હો તમારી ખીજ તમને .
  સુંદર મત્લા સહિત સાંગોપાંગ સુંદર ગઝલ.
  બધો વૈભવ અમે તો તમને દઇ બેઠા હકીકતમાં,
  અમે તો અડધાનાં પણ અડધા થયા, એથી વધારે શું ?
  નખશિખ સુંદર ગઝલ.મારા દિલી અભિનંદન તમને,સુનીલભાઇ.

 4. ઊર્મિઓનું તાવીજ, ખરબચડું આભ….વાહ- ક્યા બાત હૈ, લાગણીઓની સરળ અને સહજ અભિવ્યક્તિ !
  બંને ગઝલ સુંદર થઇ છે. અભિનદન સુનીલભાઈ !

 5. બંને ગઝલો સુંદર અને હ્રદય સોંસરવી ઉતરી જાય એવી…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: