હું એટલું માંગુ-સુનીલ શાહ

 

હું એટલું માંગુ કે તું હરપળ મળે

આંખો ઉઘાડું ને કદી ઈશ્વર મળે.

 

પરવા નથી કરતો હવે આ આંસુની,

છો દર્દ આવી, મન ભરી પળપળ મળે.

 

જો, આ તડપ, ઘૂટન, ને પીડાસમ સફર,

કોઈને જળ તો કોઈને મૃગજળ મળે.

 

આપે જો કારણ તો વિરહનું આપજે,

ચાતક સમી કોઈ નજરનું બળ મળે.

 

ગઝલો ફરી પાછી લખાશે યાદની,

એથી ભલે સમજણ યા તો અટકળ મળે.

(ગાગાલગા ગાગાલગા ગાગાલગા)

 

7 responses

  1. સુંદર
    પરવા નથી કરતો હવે આ આંસુની,
    છો દર્દ આવી, મન ભરી પળપળ મળે.
    આપે જો કારણ તો વિરહનું આપજે,
    ચાતક સમી કોઈ નજરનું બળ મળે.
    વધુ ગમી
    તેનૂ ગમતું નો સ્વીકાર અને વિરહમાં ઈન્તેજાર
    એ પ્રેમનું લક્ષણ- દૃઢ બને તો સીધ્ધિ તરફનું સાચુ
    કદમ બને

  2. સરસ લખ્યું છે સુનિલ ભાઈ..

  3. પ્રથમ પંકિત વધુ ગમી સુનિલભાઇ

  4. હું એટલું માંગુ કે તું હરપળ મળે
    આંખો ઉઘાડું ને કદી ઈશ્વર મળે.

    – સરસ !

  5. સરસ રચના.
    પણ ગઝલોમાં મૃગજળ વધુ પીવાઈ કે ચવાઈ ગયું છે!!!

  6. આપે જો કારણ તો વિરહનું આપજે,
    ચાતક સમી કોઈ નજરનું બળ મળે.

    -ખૂબ સુંદર અભિવ્યક્તિ…

Leave a comment