પ્રતીક્ષા થતી રહી

એના જવાથી રોજની પીડા થતી રહી,
એની હયાતીની જ્યાં ઉપેક્ષા થતી રહી.

ચાતક જુએ છે જેમ અહીં ખાલી વાદળાં,
દરરોજ એમ એની પ્રતીક્ષા થતી રહી.

ફૂલાય છે આ માટી લઈ માટલાનું રૂપ,
જળ જ્યાં ભરાયું એની પરીક્ષા થતી રહી.

આંખો ક્ષિતિજને જોઈ રહી એ જ શોધવા,
કે ચાંદ પૂર્ણ ઊગે એ ઈચ્છા થતી રહી.

કંડારતો ગયો છું હું કેડી નવી નવી,
પગલાંની તોય કેમ ઉપેક્ષા થતી રહી ?

વિશ્વાસ, પ્રેમ થાય છે ત્યાં નામશેષ દોસ્ત,
સંબંધની જ્યાં રોજની વ્યાખ્યા થતી રહી.

સુનીલ શાહ

20 responses

  1. ચાતક જુએ છે જેમ અહીં ખાલી વાદળાં,
    દરરોજ એમ એની પ્રતીક્ષા થતી રહી.

    ધન્યવાદ
    એ દિનની હું પ્રતીક્ષા કરી રહ્યો છું.
    હે મા, એ દિનની હું પ્રતીક્ષા કરી રહ્યો છું.મારા શરીર પર તમારો કોમળ કર ફરતો રહે
    ને મને નવજીવનનું દાન દે, નવો અવતાર આપે, એ પળની પ્રતીક્ષા હું કરી રહ્યો છું.
    હે મા, એ પળની પ્રતીક્ષા હું કરી રહ્યો છું.મારી પ્રતીક્ષા ક્યારે પૂરી થશે ?

  2. Nice Gazal.

    ફૂલાય છે આ માટી લઈ માટલાનું રૂપ,
    જળ જ્યાં ભરાયું એની પરીક્ષા થતી રહી.

    કંડારતો ગયો છું હું કેડી નવી નવી,
    પગલાંની તોય કેમ ઉપેક્ષા થતી રહી ?

  3. પહેલી જુલાઈ, એકવીસમી જુલાઈ પછી આજે તેરમી સપ્ટેમ્બરે – લગભગ સરખા અંતરે આ સર્જન થતું રહ્યું છે !!

    નવી રચના માટે અભીનંદન.

  4. વાહ સરસ ગઝલ …..
    કંડારતો ગયો છું હું કેડી નવી નવી,
    પગલાંની તોય કેમ ઉપેક્ષા થતી રહી ?

  5. વિશ્વાસ, પ્રેમ થાય છે ત્યાં નામશેષ દોસ્ત,
    સંબંધની જ્યાં રોજની વ્યાખ્યા થતી રહી.

    Wah..ati sunder gazal.

    Sapana

  6. ફૂલાય છે આ માટી લઈ માટલાનું રૂપ,
    જળ જ્યાં ભરાયું એની પરીક્ષા થતી રહી.

    કંડારતો ગયો છું હું કેડી નવી નવી,
    પગલાંની તોય કેમ ઉપેક્ષા થતી રહી ?

    વિશ્વાસ, પ્રેમ થાય છે ત્યાં નામશેષ દોસ્ત,
    સંબંધની જ્યાં રોજની વ્યાખ્યા થતી રહી.

    વાહ સુનીલભાઈ, સુંદર ગઝલ વાંચીને દિલ બાંગ બાંગ પોકારી ગયું !!

  7. વાહ! સુનીલભાઇ, આવી સુંદર ગઝલની તો પ્રતીક્ષા થતી જ રહેશે.

  8. ફૂલાય છે આ માટી લઈ માટલાનું રૂપ,
    જળ જ્યાં ભરાયું એની પરીક્ષા થતી રહી.

    bau gamyu sunil mama tamaro to jawab nathi wah wah

  9. Vah — vah- -avi sundar gazal apya karo!

  10. વાહ સુનીલ…!
    સરસ ગઝલ થઈ છે,છેલ્લા ઘણાં સમયથી હું માર્ક કરૂં છું રદિફ અને કાફિઆમાં નવીનતા આવતી રહી છે-ગમ્યું.

  11. SUNILBHAI….. SARAS GHAZAL….

    ADURAA GHADAAO NE PELO SHER ARPAMNA PHOOLAAY CHHE…

    PAGLAA NI UPEKHAA PANCHAATIYAAO BHALE KARE…. GUNI

    JANO KADAR KARE TO BAS….

    EK EVO J GUNI JAN bakulesh desai

  12. ફૂલાય છે આ માટી લઈ માટલાનું રૂપ,
    જળ જ્યાં ભરાયું એની પરીક્ષા થતી રહી.

    કંડારતો ગયો છું હું કેડી નવી નવી
    પગલાંની તોય કેમ ઉપેક્ષા થતી રહી ?
    બંને શેર અત્યંત અર્થસભર. કહેવાનો અંદાજ આકર્ષક.અભિનંદન!

  13. Excellent poem!
    Congratulation. your progress is wonderful.We are proud of you.
    Shashikant Shah

  14. Sir,

    lamba samay bad pan khub sundar rachana.
    સંબંધની જ્યાં રોજની વ્યાખ્યા થતી રહી.

    shu pankti chhe!!!!!!!!!!

    school ma mansuri sir ne mari yaad aapjo temne bhanawelu CAED subject collage ma khub kam aawe chhe.

    Yours
    Jitesh Dalwala

  15. કંડારતો ગયો છું હું કેડી નવી નવી,
    પગલાંની તોય કેમ ઉપેક્ષા થતી રહી ?

    વિશ્વાસ, પ્રેમ થાય છે ત્યાં નામશેષ દોસ્ત,
    સંબંધની જ્યાં રોજની વ્યાખ્યા થતી રહી.

    Nice Sher !

  16. વિશ્વાસ, પ્રેમ થાય છે ત્યાં નામશેષ દોસ્ત,
    સંબંધની જ્યાં રોજની વ્યાખ્યા થતી રહી.

    વાહ… આજે તમારી લગભગ બધી ગઝલો એકી સાથે માણી..આનંદ સાથે આભાર.
    અપંક્તિ પણ મારી ડાયરીમાં પહોંચી ગઇ છે. છૂટ છે ને ?

Leave a reply to shashikant shah જવાબ રદ કરો