સગપણોની નદી

શુષ્ક થઈ છે બધા સગપણોની નદી,
આંગળી છોડીને જ્યારે ગઈ લાગણી.

આ ખુશી એથી ઝટ દ્વારે આવી ચઢી,
ફૂલથી ખોબો રાખ્યો હતો મેં ભરી.

ક્યાંથી એ રોજ ટહુકાઓ સમજી શકે,
કાન ને મનની વચ્ચે તો છે કાંકરી !

તપ્ત રેતી અને ઝાંઝવા સામે છે,
ભીતરે થાય ક્યાંથી ખરી વાવણી ?

રોજ એને ઉડાડો, ફરી આવશે,
કોણે રોપી કબૂતરમાં આ લાગણી ?
સુનીલ શાહ

10 responses

  1. Roj ene udaado fari aavshe.. sundar sher !! Waah Sunilbhai !!

  2. સરસ ગઝલનો મક્તા
    રોજ એને ઉડાડો, ફરી આવશે,
    કોણે રોપી કબૂતરમાં આ લાગણી ?
    ખૂબ સુંદર
    અને
    આ કબુતરની લાગણી સાથે ઘૂ ઘૂ સ્વરમાં ગાતાં આવ્યાં, અનેક કબુતર !
    કાવ્યસભામા કોયલના કર્ણમધુર કુંજનની કાબર,કબુતર ,કુંજડે કદર કરી

    હથેળીની ભાષા અડી ગઈ’તી ક્યારેક,
    કબુતર હજી પણ ફફડતુ રહે છે.”

    પગે ચીઠ્ઠી બાંધી કબુતર ઉડાવે,
    રઈસ તો વીતેલા મિલેનિયમનો માણસ.

  3. કોણે રોપી કબૂતરમાં આ લાગણી ?

    very nice !

  4. Enjoyed.Last two lines A-1 .Abhinandan

  5. અત્યંત ભાવવાહી ગઝલ માણવાની ખરેખર મજા આવી…મક્તાનો શે’ર તો અદભુત બન્યો છે.
    પ્રિય કવિમિત્ર તમને અભિનંદન !

  6. પ્રિય પ્રજ્ઞા બેન અને સુનીલ શાહ
    આ દેશમાં કબૂતરને મારીને ફેંકી દ્યે છે .
    આ બાપડાં કબૂતરનો એટલો ગુન્હો છે કે તે જેતે ખાઈને જીવે છે। અને જ્યાં ત્યાં ખુબ ચરકે છે .

Leave a comment