જોવું પડે

આમ પણ ને તેમ પણ જોવું પડે
જીદમાં નહિતર ઘણું ખોવું પડે ! 

બિંબ જોયું આયનામાં,તેથી શું ?
આયનાની બ્હાર પણ હોવું પડે ! 

આમ તો સારૂં છે ઉંચે ઉડવું-પણ
તૂટે ઈચ્છાદોર,તો રોવું પડે  ! 

છે શરત મુસ્કાનની બસ એટલી
પારકાનાં આંસુને લ્હોવું પડે !

સુનીલ શાહ

Advertisements

13 responses

 1. બિંબ જોયું આયનામાં,તેથી શું ?
  આયનાની બ્હાર પણ હોવું પડે !

  – ખૂબ સુંદર શેર…

 2. બધા જ શેર સરસ અને અર્થસભર છે.

 3. બધા જ શેર સરસ છે.. નીખાર આવતો જાય છે.. ચાર જ શેરમાં વાત કહેવાઈ જતી હોય તો પાંચમો શેર વાચકોને માથે ન મારવાનો તમારો સંયમ બહુ ગમ્યો.. ખીલતા રહો.. ઉ.મ..

 4. પારકાના આંસુને લહોવું પડે..

  ખૂબ સરસ…અભિનન્દન…સુનિલભાઇ

  અને જન્મદિવસની ખૂબ ખૂબ વધાઇ અને શુભકામનાઓ…

 5. બિંબ જોયું આયનામાં,તેથી શું ?
  આયનાની બ્હાર પણ હોવું પડે !

  – સરસ !

 6. મઝાની ગઝલ
  ચારેય શેરોમાં આ વધુ ગમ્યો
  છે શરત મુસ્કાનની બસ એટલી
  પારકાનાં આંસુને લ્હોવું પડે !
  િવવેક કહે છે તેમ-
  આંગળીથી સ્પર્શ સૌ છેટા પડે,
  રક્ત જ્યારે અર્થના વેઢા ગણે.
  તો…
  થોડી મુશ્કેલી પડે અને ખરી પડે
  એ નાજુક સિતારા!

  આંગળીથી સ્પર્શ સૌ છેટા પડે,
  રક્ત જ્યારે અર્થના વેઢા ગણે.
  થોડી મુશ્કેલી પડે અને ખરી પડે
  એ નાજુક સિતારા

  મેઘ વરસી પડે તો ફલક ઊઘડે.
  ગાલ પર કોઈ શમણાનું પીંછુ ફરે,
  પોપચાં થરથરે ને …

 7. બિંબ જોયું આયનામાં,તેથી શું ?
  આયનાની બ્હાર પણ હોવું પડે !

  વાહ… મસ્ત શેર છે!

 8. I liked this one the most.

  છે શરત મુસ્કાનની બસ એટલી
  પારકાનાં આંસુને લ્હોવું પડે !

 9. બિંબ જોયું આયનામાં,તેથી શું ?
  આયનાની બ્હાર પણ હોવું પડે !
  સરસ શેર

 10. आ शेर बहु ज गम्यो:

  બિંબ જોયું આયનામાં,તેથી શું ?
  આયનાની બ્હાર પણ હોવું પડે !

 11. ચાર શે’ર ની આ ગઝલ સાત-આઠ-નવ-દસ શે’ર ની કેટલી બધી ગઝલો કરતાં પણ ઘણું વધારે કહી જાય છે!
  તમારી કરકસર અસરકારક છે, અને રહે!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: