સમજ્યા વગર

છોડ લખવાનું હવે સમજ્યા વગર,
શબ્દ, સાર્થક ના ઠરે ખુલ્યા વગર.

હોય છે પ્રત્યેક માણસમાં નવું,
પણ, કશું સમજાય નહીં હૈયા વગર !

આમ, ઊભા રહી જવું પોષાય નહીં,
ચાલશે નહીં કોઈને, ચાલ્યા વગર !

એ ખૂબી છે એક મીઠા સ્મિતની,
કે, કરી દે તરબતર વરસ્યા વગર !

અર્થ કલરવનો પછી સમજાવજે,
આવ પહેલાં વૃક્ષને કાપ્યા વગર.
સુનીલ શાહ

15 responses

  1. Hoy chhe Pratyek manas ma navu,
    Pan KAshu samajay nahi Haiya vagar.
    Khubaj Hradaysparshi.

  2. સરસ ગઝલનો આ શેર વધુ ગમ્યો
    હોય છે પ્રત્યેક માણસમાં નવું,
    પણ, કશું સમજાય નહીં હૈયા વગર !

  3. ચોટદાર ગઝલ.ખુબ ગમી.

  4. tame paN shaah ‘ne huN paN shah;
    kevo praas maLI gayo! vaahavaaha!

  5. સાવ સાદી બોલચાલની ભાષામાં અસરકારક રજૂઆત…ધન્યવાદ !

  6. Gazal khub gami, Sunilbhai, Abhinandan.

  7. apni kavita,gazal gamiya.gazal sathe chhnd gyan vadhu upkarak banechhe.a gazal no chhelosher…. samjato nathi…badhaj vrukhch kapta nathi hota chata kalrav no arath janechhe……kavitano “k” lay.arath ane gujarati matrubhasha na rankar banvani manzil chhe……vijayvant safalata prapat….ho…aj shubhechchha,,

  8. અશોક જાની 'આનંદ' | જવાબ આપો

    હોય છે પ્રત્યેક માણસમાં નવું,
    પણ, કશું સમજાય નહીં હૈયા વગર !… આમ તો આખી ગઝલ ખુબ સુંદર થઇ છે…પણ ઉપરોક્ત શે’ર મને વધુ ભાવ્યો..

  9. હોય છે પ્રત્યેક માણસમાં નવું,
    પણ, કશું સમજાય નહીં હૈયા વગર !

    વાત તો સાચી છે। હૈયું હોય તો જ માણસમાં જે નવું છે એને વંચાય અને સમજાય

    સરસ શેર અને સરસ ગઝલ

Leave a comment