અછાંદસ

(૧)

 પંખી ટહુક્યું,

ડાળ ઝૂલી,

ઝરણાં ખળખળ વહ્યાં…

મનને થયું,

પ્રતીક્ષાની

સઘળી સૂકી ડાળ

હમણાં મ્હોરી ઊઠશે..

નવાં ફૂલો ખિલખિલાટ ખીલશે

પતંગિયાં નવાં ગીત ગાશે…

વિશ્વાસ કહો યા શ્રદ્ધા,

પણ,

તૂટયું આખરે સ્વપ્ન..

સાચું કહું…?

એ ન જ આવી…!!

 –––––––––––––––

(૨)

બારી પાસે બેસી

આંખમાં

સ્મરણોનું આકાશ ભરવાના

પ્રયત્નો કરતો હતો.

કોણ જાણે ક્યાંકથી

વિષાદનું વાદળ

ઊતરી આવ્યું…!

હળવેકથી એણે

આંખના આકાશને

ઘેરી લીધું…

સંયમની પાંપણી સરહદો

વટાવી દીધી,

અંતે…?

ટપ…ટપ….ટપ…!

હૃદય હળવું,

ડૂમો પ્રવાહી…

દૃશ્ય કેવું ભાવવાહી…!!!

સુનિલ શાહ

16 responses

  1. અછાંદસ રચના માણી. મજા આવી. બીજી રચના વધારે સ્પર્શી ગઇ.

  2. ઝરણાં ખળખળ વહ્યાં… થી ડૂમો પ્રવાહી… સુધીનું ભાવ વિશ્વ સાવ સહજ રીતે ગતિ કરે છે.

    બન્ને કાવ્યો એકબીજાના પૂરક ના હોય જાણે!

  3. Nice Sunilbhaai, biji post vadhaare gami.mara blogmaa java vinnti,tamne HINCHKO gamshe.
    Sapanaa

  4. સુંદર અછાંદસદ્વયી… પણ કવિતાનો ‘પંચ’ પ્રમાણમાં ઓછો વર્તાય છે…

  5. ખૂબ જ ઉત્તમ અછાંદસ રચના છે.
    અભિનંદન.

  6. પહેલી અછાંદાસ રચના વધુ ગમી.

  7. બન્ને રચનાઓ સરસ થઈ છે.

  8. બંને રચના સરસ છે.પરંતુ પ્રથમ રચના વધારે સુંદર છે. હૃદયને થતો એહસાસ અને વાસ્તવિકતા ઘણીયે વાર બિલકુલ નોખી હોય છે એ વાત ખૂબ સરસ રીતે વ્યકત થઇ છે.

  9. HY I AM NIRAV SHAH.MY MO NO IS 9374622980.I AM PRO.PHOTOGRAPHER,VIDEOGRAPHER @ GRAPHIC DESINER.SO U HAVE WORK THEN CALL ME.THANKS

  10. khub j saras chhandas kavita o 6
    ur student Jitesh

  11. Respected Sir,

    After read above poem,I note down it as there will be one function for poem collection held in our school.

    This is one really nice.like it very much.

    Health Care Facts

    -Maitari Trivedi

Leave a reply to jitesh DALWALA જવાબ રદ કરો